ભાવનગરમાં મહાપાલિકા દ્વારા રૂ.૧૬કરોડથી વધુના ખર્ચે અકવાડા લેક ફેઝ ૨નું કામ હાથ ધરાનાર છે, આ કામનું એક એજન્સીનું ટેન્ડર નિયમ વિરૂદ્ધ મંજૂર કરાયું હોવાના આક્ષેપ સાથે અન્ય એજન્સીએ વિગતો માંગી છે, પરંતુ મામલો રફેદફે કરવા વડાપ્રધાનના હસ્તે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત નક્કી કરાયું છે જેથી કોઈ વિઘ્ન ન આવે. તેવો ગણગણાટ વ્યાપ્યો છે. ભાવનગરમાં ભાજપના આગેવાનો, ચૂટાયેલા સભ્યો જ કોન્ટ્રાકટર બની ગયા છે અને કરોડોના વિકાસ કામમાં પાર્ટનરશીપ કરી રહ્યા છે! તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાંથી આ બાબતે જ બે સભ્યોના રાજીનામા લઈ લેવાયા છે, ત્યાં એક નવો વિવાદ જાગ્યો છે. અકવાડા ફેઝ -૨ નું રૂ.૧૬કરોડથી વધુના ખર્ચે વિકાસ કામ હાથ ધરાનાર છે જેમાં ઓનલાઇન ટેન્ડર ભરી એલ.૧ આવનાર એજન્સીએ બધું નિયમો મુજબ દેખાડવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ચારસોવીસી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે અને એજન્સીએ રજૂ કરેલ ડોક્યુમેન્ટની ખરાઈ કરવા પડકાર ફેકાયો છે.! જાેકે, વિભાગના સબંધિત અધિકારીએ ધ્યાન નહિ આપતા તર્કવિતર્ક ઉઠ્યા છે.
શું છે રજૂઆત અને આક્ષેપ ?
આ કામમાં એલ-૧ આવેલ એજન્સીના ડોક્યુમેન્ટમાં આ પ્રોજેક્ટ અંતર્ગતનું સ્પેશીયલ કામ સીવીલ કામ જેવા સ્પેશીયલ કામ માટે ્ીષ્ઠરર્હદ્બટ્ઠટ ઇીટ્ઠઙ્મ ઈજંટ્ઠંી ન્ન્ઁ ઁેહી ના કામના અનુભવનું ડોક્યુમેન્ટ એજન્સી દ્વારા રજૂ કરેલ છે. આ ડોક્યુમેન્ટ એક સર્ટીફીકેટ તરીકે રજૂ કરેલ છે. પરંતુ આ કામનું ૩એ સર્ટીફીકેટ રજૂ કરેલ નથી તેમજ ટેન્ડર શરતનું- જાેગવાઇ અનુસાર સીવીલ કામમાં માંગેલ અનુભવ ગવર્મેન્ટ, સેમી ગર્વમેન્ટ સિવાયના કોર્પોરેટ ક્ષેત્રના અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરેલ છે. જે ટેન્ડર શરતો-જાેગવાઇઓની વિરૂદ્ધ છે. આ કામમાં એલ-૧ આવેલ એજન્સી દ્વારા સીવીલ કામમાં માંગેલ અનુભવના કામ માટે રજૂ કરેલ ડોક્યુમેન્ટ પુણેની કંપનીનું જણાય છે જે સર્ટીફીકેટની ખરાઇ તેમજ આ એજન્સી ટેન્ડરની શરતો-જાેગવાઇઓમાં ફુલફીલ થાય છે કે કેમ ? જે ચોક્કસ તટસ્થ રીતે ખાત્રી કરાયા બાદ આ કામની મંજુરી અંગેની કાર્યવાહી કરવા મ્યુ. કમિશનરને રજૂઆત કરાઇ છે.