સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – ભાવનગર અને ભારત સરકારનાં એન્જીનીયરીંગ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ – અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે નિકાસને વેગ મળે તે હેતુથી ઇર્ડ્ઢ્ઈઁ (ઇીદ્બૈજર્જૈહ ર્ક ડ્ઢેંૈીજ ટ્ઠહઙ્ઘ ્ટ્ઠટીજ ર્હ ઈટॅર્િં ઁિર્ઙ્ઘેષ્ઠંજ) યોજના પર વિશેષ જાગૃતિ સેમીનાર યોજાયેલ. કાર્યક્રમનાં પ્રારંભમાં પ્રમુખ દિલીપભાઈ કમાણીએ શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે ભાવનગર જીલ્લામાંથી દિન-પ્રતિદિન એક્ષ્પોર્ટનું પ્રમાણ વધતું જાય છે તે ગૌરવની બાબત છે. ભાવનગર જીલ્લો એક્ષ્પોર્ટનું હબ બને તે માટે સરકાર અને સૌરાષ્ટ્ર ચેમ્બર પ્રયત્નશીલ છે અને આ પ્રયત્નોનાં ફળસ્વરૂપે એક્ષ્પોર્ટ માટે લોક જાગૃતિમાં પણ વધારો થયેલ છે.
ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ-રાજકોટનાં જાેઈન્ટ ડાયરેક્ટર જે. એમ. બિશ્નોઇએ ડીજીએફટી તરફથી એક્ષ્પોર્ટરોને પ્રાપ્ત થતી વિવિધ સુવિધાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપેલ. તેઓએ જણાવેલ કે નવી એક્ષ્પોર્ટ પોલીસી ટૂંક સમયમાં લોન્ચ થઈ રહી છે એક્ષ્પોર્ટ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશનનાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાજેશ મોદકએ ઈઝ્રય્ઝ્ર વિવિધ સ્કીમો અંગે વિસ્તૃત જાણકારી આપેલ. તેઓએ જણાવેલ કે નાના નિકાસકારો માટે ૯૦% સુધી નિકાસ ક્રેડિટ જાેખમ વીમા કવર પ્રદાન કરતી નવી યોજના રજૂ કરવામાં આવેલ છે. તદુપરાંત ૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના નિકાસકારો માટે નિકાસ જાેખમને કવર કરતી સ્કીમ પણ કાર્યરત છે.
કાર્યક્રમનાં મુખ્ય વક્તા અને એક્ઝીમ એક્ષ્પર્ટાઇઝનાં ડાયરેક્ટર બાબુ એઝુમએવિલએ ભારત સરકારની ઇર્ડ્ઢ્ઈઁ સ્કીમ વિષે વિસ્તૃત જાણકારી આપતા જણાવેલ કે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લીસ્ટ મુજબ પ્રોડક્ટ પર ર્હ્લંમ્ વેલ્યુ પર ૧ થી ૩ ટકા જેટલી રકમનું રીફંડ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કરવામાં આવતા એક્ષ્પોર્ટ પર લેવામાં આવતી ટેક્ષ ડ્યુટી ટ્રાન્સફરેબલ હોય છે જે ઈમ્પોર્ટમાં સીધી જ ક્રેડીટ આપવામાં આવે છે.
એન્જીનીયરીંગ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં સીનીયર ડેપ્યુટી ડાયરેક્ટર સુધાકરન નાયરએ એન્જીનીયરીંગ ઉદ્યોગમાં એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ થાય તે માટે તેમની સંસ્થા સતત પ્રયત્નશીલ છે અને તે અંગેની વિવિધ સ્કીમો અંગે વિસ્તૃત જાણકારી આપેલ. ત્યારબાદ પ્રશ્નોત્તરી સેશનમાં એક્ષ્પોર્ટરોએ તેમના મુન્જવતા પ્રશ્નો રજુ કરેલ જેનાં ઉપસ્થિત વક્તાઓ દ્વારા સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં આવેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા તથા ઉદ્યોગ સાહસિકો અને એક્ષ્પોર્ટરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.