રેલવે તેજસ એક્સપ્રેસને લઇને મોટું પગલું ભરી શકે છે. અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસની હાલત ઠીક નથી. એવામાં તેજસની સ્થિતિને વિશે જણાવતાં કોર્પોરેટ ટ્રેન ચલાવવા માટે IRCTC એ રેલવેને વંદે ભારતના કોચ ફાળવવા માટે કહ્યું છે. તેના માટે IRCTC એ રેલવેને પત્ર પણ લખ્યો છે. પત્રમાં IRCTC એ ખરાબ બાયો-ટોયલેટ, એલસીડી સ્ક્રીન, ડબ્બામાં પાણી લિકેજ વિશે જણાવ્યું છે.
IRCTCએ રેલવે બોર્ડ અને વેસ્ટન રેલવે લખેલા પત્રમાં કહ્યું, ‘વંદે ભારત રેકમાંથી એકને 16 ડબ્બાવાળી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ માટે ફાળવવામાં આવે. વંદે ભારત ટ્રેનની રેલ મળવાથી ના ફક્ત મોનસૂન દરમિયાન વિશેષ રૂપથી મળનાર ફરિયાદને ખતમ કરશે, પરંતુ સારસંભાળ સાથે સાથે અન્ય સંકટોને પણ દૂર કરશે.
રેલવેને મોકલવામાં આવેલા બીજા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સારસંભાળના અભાવે કોચોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે અને તેનાથી બ્રાંડ તેજસ ખરાબ થઇ ગઇ છે અને બોર્ડ પર યાત્રા કરનાર મુસાફરોની ફરિયાદો ઉત્પન્ન થઇ રહી છે. એટલે કે તેજસ એક્સપ્રેસના ડબ્બામાં ફરિયાદ આવી રહી છે. IRCTC એક અહ્યું ‘આ આશ્વર્યજનક અને નિરાશાજનક છે કે શતાબ્દી વગેરે જેવી અન્ય ટ્રેનોના રેકની નિયમિત રખરખાવ થાય છે, અહીં સુધી કે તેજસના નાના રખરખાવ જેમ કે શૌચાલય, પાણી લિકેજ વગેરે રેલવે દ્રારા સંપૂર્ણ અનદેખી કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ અને મુંબઇની વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની છે. IRCTC એ અમદાવાદ અને મુંબઇ વચ્ચે જલદી જ શરૂ થનાર વંદે ભારત એક્સપ્રેસના સમય પર પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે..