ગુજરાતના પનોતા પુત્ર અને વિકાસશીલ નવ્ય-ભવ્ય ભારતના સ્વપ્નદ્રષ્ટા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા.૨૯ના રોજ ભાવનગર આવી રહ્યા છે. ભાવસભર અને સાંસ્કૃતિક નગરી એવા ભાવનગરમાં વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
જવાહર મેદાન ખાતે વિશાળ ડોમ તૈયાર થઇ ગયો છે અને વડાપ્રધાનનો રોડ શો યોજાવાનો છે તે માર્ગો પર સુશોભનો સાથે દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે.
લીલા વર્લ્ડ વાઇડ-લીલા ગૃપ ઓફ કંપનીઝ દ્વારા શહેરમાં મહિલા કોલેજ, ઘોેઘાસર્કલ, રૂપાણી સર્કલમાં માનનીય વડાપ્રધાનને આવકારતા હોર્ડીંગ્સ મુકાયા છે તો લીલા ગૃપ દ્વારા સંભાળ લઇ લેવાયેલ લીલા સર્કલ ઉપરાંત લીલા ઉડાન પર પણ મોદીજીના સ્વાગતમાં હોર્ડીંગ્સ મુકાયા છે અને રોશની કરવામાં આવી છે.
આ જ રીતે લીલા એફસી સરોવર પોર્ટિકો ખાતે વિશ્વ સન્માનિત મોદીની વિરાટ પ્રતિભાને શોેેભે તેવું વિશાળ હોર્ડીંગ્સ પણ મુકવામાં આવ્યું છે. લીલા ગૃપના કોમલકાંત શર્માએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાવેણા માટે આ અનેરો અવસર છે. વિકાસશીલ ભારતના સ્વપ્નદ્રષ્ટા મોદીજીનું આગમન ઉર્જાપૂર્ણ રહ્યું છે અને ભાવનગરના વિકાસમાં તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન છે ત્યારે પણ તેમનું યોગદાન ખુબ મોટુ રહ્યું છે. તેઓ ગ્રીન એનર્જી ટર્મીનલ સહિતના વિકાસ કામો સાથે ભાવનગરને વિશ્વના નકશામાં નવું સ્થાન અપાવવા જઇ રહ્યા છે ત્યારે તેમનું સઆદર સ્વાગત છે.