ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ દરમિયાન ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી પહેલા કોઈ ભારતીય બેટ્સમેન આ કારનામું કરી શક્યો નથી.
વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 11,000 પુરા કરનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 19મો રન બનાવતાની સાથે જ આ મહાન રેકોર્ડ બનાવી લીધો હતો. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં 28 બોલમાં 49 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના હવે T20 ક્રિકેટમાં 11,030 રન છે. વિરાટ કોહલી પહેલા આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી.
વિરાટ કોહલીએ અત્યાર સુધી 354 T20 મેચમાં 11030 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, શોએબ મલિક અને વિરાટ કોહલીએ જ 11000 કે તેથી વધુ રન બનાવવા માટે કમાલ કરી છે.