મહુવામાં આવેલ શિવાંગ કોમ્પ્લેક્સ પાસેથી બે દિવસ પહેલા મોટરસાઈકલની ચોરી કરનાર શખ્સને મહુવા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ચોરી કરેલ મોટર સાઇકલ કબજે કર્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ મહુવા પોલીસે પૂર્વ બાતમીના આધારે ચોરાઉ મોટરસાઇકલ વેચવા માટે આવી રહેલા મૂળ ઉનાના ઉગેજ ગામના વતની અને મહુવામાં રહેતા ફિરોઝ સુમારભાઈ ઉનડજામને મોટરસાઈકલ સાથે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા તેણે આ મોટરસાઇકલ બે દિવસ પહેલા ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું.
મહુવા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.