દેશના 200 જેટલા રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓથી સજજ કરવામાં આવશે. રેલ મંત્રી અશ્ચિની વૈષ્ણવે સોમવારે ઔરંગાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. રેલમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ગતિશક્તિ યોજના અંતર્ગત દેશના બધા ભાગોમાં હવે રાજમાર્ગો કે પછી રેલવેના માધ્યમથી જોડવામાં આવી રહ્યા છે.
રેલવેનો કાયાકલ્પ થઈ રહ્યો છે. 47 રેલવે સ્ટેશનો માટે નિવિદા (ટેન્ડર) પ્રક્રિયા પુરી થઈ ચૂકી છે, જયારે 32 સ્ટેશનો પર કામ શરૂ થઈ ગયું છે. રેલ મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં ભવિષ્યમાં ચારસો ‘વંદે ભારત’ ટ્રેન હશે. આ મુખ્ય પરિવર્તન થશે: સ્ટેશનો પર ઓવરહેડ સ્પેસ બનશે, તેમાં બાળકોના મનોરંજન સાથે સંલગ્ન સુવિધાઓ હશે. આ ઉપરાંત એરપોર્ટની જેમ વિશ્વસ્તરીય વેઈટીંગ લોન્જ અને ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. પ્લેટફોર્મ પર ક્ષેત્રીય ઉત્પાદનોના વેચાણ માટે ખાસ વ્યવસ્થા કરાશે.