સિહોર તાલુકાના તરકપાલડી ગામની સીમમાં આવેલ વાડીમાં સિહોર પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૯૨ બોટલ ઝડપી લઇ બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના તરકપાલડી ગામમાં રહેતા ભગીરથસિંહ બહાદુરસિંહ ગોહિલ અને દેવગાણામાં રહેતા નરેશ ઉર્ફે લતીફ નંદલાલ જાળેલાએ તરકપાલડી ગામની સીમમાં આવેલ ભગીરથસિંહની વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી વાડીમાં તપાસ કરતા વાડીમાં રાખેલ મીની ટ્રેક્ટરની ટ્રોલીમાં ઇંગ્લિશ દારૂની ૧૯૨ બોટલ મળી આવતા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો, મીની ટ્રેકટર મળી ફુલ રૂ. ૩,૮૨,૪૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સિહોર પોલીસે તરકપાલડી અને દેવગણાના શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.