ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય હલચલ તેજ બની છે. હાલમાં જ ભાજપે પૂર્વ મીડિયા કન્વીનર કિશન સિંહ સોલંકીને ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે બોરસદ નગરપાલિકામાંથી વધુ 14 જેટલા સભ્યોને પાર્ટી વિરુધ્ધ કાર્યકર્તા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપ શાસિત બોરસદ નગરપાલિકામાં શાસક પક્ષના જ કાઉન્સીલરોએ બળવો પોકાર્યો હતો. અને સત્તાધારી પાર્ટીના સભ્યો સાથે મળી વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવી હતી. ભાજપના ચૂંટાયેલા 20 કાઉન્સીલરોમાંથી 14 કાઉન્સીલરોએ પ્રમુખની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જેથી બોરસદ ભાજપમાં હડકંપ મચી ગયો હતો. સભ્યોએ પાર્ટીની વિરુધ્ધ માં ક્રોસ વોટિંગ કરતાં ભાજપને સતત ગુમાવવાનો વારો આવ્યો હતો. આ 14 સભ્યોને શો કોઝ નોટિસ આપ્યા બાદ કડક પગલાં લેવામાં આવ્યા છે. તમામ 14 સભ્યોને 6 વર્ષ માટે ભાજપમાં થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.