કર્ણાટકના બીદર જિલ્લામાં દશેરાના જુલૂસમાં ભાગ લઇ રહેલી ભીડ એક ઐતિહાસિક મસ્જિદમાં ઘુસી ગઇ હતી અને ત્યા નારા લગાવ્યા હતા અને પૂજા-પાઠ કર્યા હતા. પોલીસે આ ઘટનાને લઇને નવ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને ચાર લોકોની ધરપકડ કરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યુ હતુ અને આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બુધવાર સાંજે ભીડ તાળુ તોડીને બીદરના મહમૂદ ગવાન મસ્જિદમાં ઘુસી ગઇ હતી. આ મદ્રસા 1460ના દાયકામાં બની હતી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ આવે છે. આ બિલ્ડિંગને રાષ્ટ્રીય મહત્વના સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ ઘટનાની સંવેદનશીલતા અને મોટા સ્તર પર પ્રદર્શનની સંભાવનાને કારણે તંત્રએ મદ્રસા બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. મદ્રસાની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
મુસ્લિમ સમુદાયે આરોપ લગાવ્યો કે ભીડે નારિયેળ તોડીને પૂજા કરી હતી અને મદ્રસાના ઢાંચાને નુકસાન પહોચાડ્યુ હતુ. જોકે, પોલીસે આ આરોપની પૃષ્ટી કરી નથી. પોલીસે પ્રદર્શનકારીઓને શાંત કરાવતા આશ્વાસન આપ્યુ કે દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ઐતિહાસિક બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં નવ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.






