સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે તમામ સ્કૂલોને આદેશ અપાયો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે
આ પરિપત્રમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ અપાયો છે.
પરિપત્રમાં જણાવાયું હતું કે, માર્ચ-2023માં બોર્ડની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન કરવું જરૂરી છે. આ સંદર્ભે ગેરરીતિ કેસ બને તો ક્યાં પગલાં લેવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓ અવગત બને અને સ્વસ્થ જાગૃત માનસિકતા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને તે જરૂરી છે. આ માટે શિક્ષા કોષ્ટકને દરેક શાળાઓના નોટિસ બોર્ડ ઉપર લગાવાની સૂચના આપવામાં આવી હતી.
CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ તપાસવા આદેશ
તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ ચકાસણા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું સહિતની વિગતો ભરવાની રહેશે.