સિહોરમાં આવેલ હીરાના કારખાનામાં ચોરી કરનાર અમરેલી જિલ્લાના વડીયા ગામના શખ્સને શિહોર પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલો તસ્કર અગાઉ પણ ૧૩ જેટલી ચોરીમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.જી.ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો સિહોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે એક ઇસમ ટાવર ચોકમા શંકાસ્પદ રીતે આટા ફેરા મારે છે તેવી ચોકકસ હકીકત મળતા તરુંત જ ટાવર ચોકમા જઇ મજકુર ઇસમ ભપુતભાઇ કરશનભાઇ વડાળીયા (પટેલ) ઉ.વ.૫૦ રહે. અમરાપુર તા.વડીયા-કુકાવાવ જી.અમરેલી વાળાને પકડી મજકુરના કબ્જામાંથી પેચીયા નગં -૦૨ તથા ચાવીનો જુડો તથા નાની ટોર્ચ લાઇટ કબજે કરી તેંની પૂછપરછ કરતા મજકુર ઇસમે શીહોરમાં આવેલ હીરાના કારખાનામા રાત્રી દરમ્યાન હીરાની ચોરી કરેલાની કબલાત આપતા મજકુર ઇસમની ધોરણસર અટક કરી કાયદેસરની કાયગવાહી કરેલ છે તેમજ ચોરીમા ગયેલ મદ્દુામાલ રીકવર કરવા તજવીજ હાથ કરેલ છે. તેમજ ઇ-ગજુ કોપ મારફતે મજકુર ઇસમની તપાસ કરતા મજકુર ઇસમ વિરુદ્ધ અગાઉ પણ ભાવનગર અને સુરતમાં ૧૩ જેટલા ચોરીના ગુનાઓ નોંધાએલ હોય મજકુર ઇસમ રીઢો તસ્કર હોવાનું ખુલ્યું હતું.