પીએમ મોદી સરકાર તરફથી દેશમા 5G નેટવર્ક રોલઆઉટ કરવામાં આવ્યું છે. જિયો અને રિલાયન્સ જેવી ટેલિકોમ કંપનીઓએ મેટ્રો સિટીમા 5G નેટવર્ક ઉપલબ્ધ કરાવ્યું છે. આ છતાં પણ 5G સ્માર્ટફોન્સ હોવા છતાં લોકો ફોનમાં 5G નેટવર્કનો ઉપયોગ નથી કરી શકતા. આ બાબતને લઈને પીએમ મોદી સરકાર નારાજ છે. આવામા ટેલોકોમ વિભાગ તરફથી એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 5G સોફ્ટવેર અપડેટ અને 5G નેટવર્કનાં વિસ્તાર સહિત ઘણા મુદ્દાઓ પર મોટો નિર્ણય લેવામાં આવશે.
ટેલિકોમ વિભાગ બેઠકમાં Samsung, Xiaomi જેવા સ્માર્ટફોન્સ બનાવનાર કંપનીઓ અને ટેલિકોમ કંપનીઓને બોલાવશે. આ બેઠકમાં 5Gમાં સમય લાગવાને લઈને ચર્ચા કરવામાં આવશે કે આખરે શા માટે સ્માર્ટફોન કંપનીઓ તરફથી સમયસર 5G નેટવર્ક સપોર્ટને લઈને સોફ્ટવેર જાહેર નથી થઈ રહ્યો? ટેલિકોમ વિભાગ તરફથી સ્માર્ટફોન બ્રાંડ, ચિપ મેકર કંપનીઓ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરનાં 30 ભાગીદારોને બોલાવવામાં આવ્યા છે.