અમદાવાદમાં ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઇજનેરી વિધાર્થીઓ માટે ખુશખબર એટલા માટે છે કે ગુજકેટ પરિક્ષા વગર સીધો પ્રવેશ આપી દેવામાં આવશે. ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી છે, આ ખાલી બેઠકો ભરવા માટે વિભાગે સત્વેર નિર્ણય લીધો અને ગુજકેટ પરિક્ષા વગર જ પ્રવેશ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને 16 ઓક્ટોબર સુધી જ ફોર્મ ભરી શકાશે. સિવિલ ,મિકેનિકલ ,ઇસી જેમાં બેઠકો ખાલી છે.