ભાવનગરના મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા યુવક ઉપર તેના બનેવીએ તલવાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના મેઘાણી સર્કલ, સૂર્યદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સતીશ ઉર્ફે સાગર રાજપુત દિલીપભાઈ પરમાર ( ઉં. વ. ૨૫ )ના બહેન ગીતાબેનને તેના પછી સાથે ઝઘડો થતાં તેઓ સતિષભાઈના ઘરે આવી ગયા હતા અને ત્યાંથી જ્ઞાનગુરુ સ્કૂલમાં નોકરીએ જતા રહેલ, જ્યાં તેમના પતિ લાલુભાઇ બુધાભાઈ ગોહેલ આવી ઘરે આવવા માટે દબાણ અને ઝઘડો કરતા ગીતાબેને તેના ભાઈને બોલાવ્યા હતા સતિષભાઈ તેના બનેવીને સમજાવતા હતા તે દરમિયાન ઉશ્કેરાયેલા લાલુભાઈ ગોહેલે તલવાર કાઢી સતિષભાઈ ઉપર હુમલો કરતા તેમને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ અંગે સતિષભાઈએ તેના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે