અમદાવાદના ચંડાળા તળાવ પાસે ઝુંપટપટ્ટી વિસ્તારમાંથી વહેલી સવારે ભીષણ આગ લાગી હતી જેના લીધે અફરાતફીનો માહોલ સર્જાયો હતો, આ વિસ્તારના લોકો જીવ બચાવવા નાસભાગ કરી હતી. આ આગની જાણ ફાટર વિભાગને કરી હતી,ફાયર વિભાગ આ વિસ્તારમાં કાફલા સાથે પહોંચીને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.આગમાં મોટી સંખ્યામાં ઝૂંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા. હજી સુધી કોઇ જાનહાનિ ન સમાચાર નથી, અનેક ઝુપડા બળીને ખાખ થઇ જતા ઘણુ નુકશાન થયું છે, આગ ક્યાં કારણસર લાગી છે તેનું કારણ હાલ જાણવા મળ્યું નથી.