વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા, મોદીએ ગર્ભ ગૃહમાં લગભગ 20 મિનીટ સુધી બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરી હતી. હિમાચલી ટોપી અને વિશેષ સફેદ ડ્રેસમાં બાબાનાં દર્શન કર્યા, આ ડ્રેસ હિમાચલની મહિલાઓએ ભેટમાં આપ્યો છે આ સાથે મોદી અહીં 3400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
વડાપ્રધાન બન્યા બાદ તેઓ પહેલીવાર 3 મે 2017ના રોજ કેદારનાથ ગયા હતા. પીએમ 8 વર્ષમાં છઠ્ઠી વખત કેદારનાથ પહોંચ્યા છે. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.