ભાવનગરમાં અનેકવિધ સેવાકાર્યો અને ધાર્મિક કાર્યો કરતા નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના બુધાભાઇ પટેલ દ્વારા ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આગામી ૩ ડિસેમ્બરથી પ્રસિદ્ધ કથાકાર પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજી પણ ઉપસ્થિત રહેશે. ભાવેણાવાસીઓને લાંબા સમય બાદ ફરીથી પૂ.મોરારીબાપુની કથાનો લાભ મળશે.