દુનિયાના દેશો અને અમુક પ્નદેશોમાં મંગળવાર તા.રપ મી ઓકટોબર બપોરથી ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જાેવા મળવાનો છે. ભારતમાં અમુક ભાગોમાં ખંડગ્રાસ, આંશિક ગ્રહણ જાેવા મળવાનું છે. દેશના અમુક ભાગોમાં ગ્રહણ સદંતર જાેવા મળશે નહિ. વિશ્વના વૈજ્ઞાનિકોએ માનવ કલ્યાણકારી સંશોધનો માટે પોતાનું નિયત સ્થળની પસંદગી કરી લીધી છે. આ ગ્રહણ ભારત સહિત, પ. એશિયા, યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકા સહિત દેશોમાં જાેવા મળવાનું છે.
ભારત જન વિજ્ઞાન જાથાએ દેશભરમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાઓનું ખંડન કાર્યક્રમોનું આયોજન કરેલ છે. રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજવાનું નક્કી થયું છે. જાથાના રાજય ચેરમેન–એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સંવત ર૦૭૮ અશ્વિન કૃષ્ણ પક્ષ અમાસ મંગળવાર તા. રપ ઓકટોબર, ર૦રર તુલા રાશિમાં ચિત્રા/સ્વાતી નક્ષત્રમાં થનારૂં ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક – ગ્રસ્તોદય દેખાવાનું છે.માત્ર ગણતરીની સેકન્ડમાં જાેવા મળશે. આ ગ્રહણની અંતિમ ક્ષણો જાેવા મળશે નહિ.
ભૂમંડલે ખગોળીય ચમત્કૃતિ તા.રપ મી ઓકટોબરે ગ્રહણ સ્પર્શ ઃ ૧૪ કલાક ર૮ મિનિટ ર૧ સેકન્ડ, ગ્રહણ મધ્ય ઃ ૧૬ કલાક ૩૦ મિનિટ ૧૬ સેકન્ડ, ભૂમંડલે ગ્રહણ મોક્ષ ઃ ૧૮ કલાક ૩ર મિનિટ ૧૧ સેકન્ડ, પરમગ્રાસ ઃ ૦.૮૬૧. મુંબઈમાં ગ્રહણનો સમય – ગ્રહણ સ્પર્શ ઃ ૧૬ કલાક ૪૯ મિનિટ ૩ર સેકન્ડ, ગ્રહણ મધ્ય ઃ ૧૭ કલાક ૪ર મિનિટ પર સેકન્ડ, ગ્રહણ મોક્ષ ઃ ૧૮ કલાક ૦૯ મિનિટ, મુંબઈનો સૂર્યાસ્ત ૧૮ કલાક ૦૮ મિનિટ અને ૩૭ સેકન્ડ, ગ્રહણ પર્વકાળ ઃ ૦૧ કલાક ૧૯ મિનિટ ૦પ સેકન્ડ રહેશે. રાજકોટમાં ગ્રહણ સ્પર્શ સાંજે ૦૪ કલાક ૩૮ મિનિટ ર૧ સેકન્ડથી શરૂ થઈને સાંજે ૬ કલાક ૧૦ મિનિટ ૩૩ સેકન્ડ સુધી એટલે કે ૧ કલાક ૩ર મિનિટ ૧ર સેકન્ડ સુધી નગરજનો ગ્રહણ જાેઈ શકવાના છે. જાથા ખંડગ્રાસ આંશિક ગ્રહણની અલભ્ય તસ્વીર લોકો સમક્ષ મુકશે. વિશ્વના લોકોની તા. રપ મી એ બપોરથી સાંજ તેમજ સંધ્યા સમય સુધી આકાશ તરફ નજર હશે. ભારતના લોકો ખુલ્લા મેદાનમાં, ઘરની અગાસી ઉપર નજારો જાેઈ શકે છે.