અમેરિકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જે ઘરમાં લગભગ 1 લાખ વંદા રાખતી હતી. આ સિવાય મહિલાના ઘરમાંથી 300 જેટલા જાનવરો પણ મળી આવ્યા હતા.
જેમાં સસલા, પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ, કાચબા, સાપ અને બિલાડીઓનો સમાવેશ થાય છે. આ વાતના ખુલાસા બાદ ખુદ પોલીસ ટીમ પણ ચોંકી ઉઠી છે કે આખરે મહિલાએ આવું કેમ કર્યું?
એક રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલી મહિલાને એક સામાજિક કાર્યકર જણાવવામાં આવી રહી છે. તેનું નામ કેરીન કીઝ છે તેની ઉંમર 51 વર્ષની છે. લોકો તેને સ્નો વ્હાઇટ તરીકે પણ ઓળખે છે. મહિલાનો દાવો છે કે તે પ્રાણીઓને ખૂબ પસંદ કરે છે. તેથી જ તે પોતાના ઘરમાં પ્રાણીઓ રાખે છે. તે વંદાઓને મારવા ન હતી માંગતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી મહિલાના ઘરમાં દરેક જગ્યાએ દુર્ગંધ આવી રહી હતી. ઘરની અંદર ફ્લોર પર મળ ફેલાયેલું હતું. તેના ઘરની અંદર થોડી મિનિટોથી વધુ કોઈ ન રહી શક્યું અને આવી ખરાબ પરિસ્થિતિમાં મહિલા પ્રાણીઓને પોતાના ઘરમાં રાખી રહી હતી. જેના કારણે અનેક પશુઓના જીવ જોખમમાં મુકાયા હતા.
ફરિયાદ તેમના દર્દીએ જ કહી હતી. જેમને તે પોતાના ઘરે બનાવેલા ક્લિનિકમાં જોતી હતી. મહિલાના ક્લિનિકમાં આવતા લોકોને તેના ઘરમાંથી દુર્ગંધ આવતી હતી, જ્યાં તેણે મોટી સંખ્યામાં પ્રાણીઓ રાખ્યા હતા. આરોપી મહિલાના મિત્રએ જણાવ્યું કે કીઝને ખબર પડી કે એક પાલતુ જાનવરોની દુકાન બંધ થઈ રહી છે અને તે પ્રાણીઓને બચાવવા ગઈ કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેઓ બેઘર થાય. બાદમાં તેણે તમામ પ્રાણીઓને પોતાના ઘરમાં રાખ્યા હતા. જોકે સ્થિતિ પર પ્રતિક્રિયા આપવામાં મદદ માટે ઘણા એનિમસ એક્સપર્ટ્સને બોલાવ્યા હતા અને બાદમાં મહિલા વિરૂદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કેશ દાખલ કરવામાં આવ્યો છે.