ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ લેવાનું શરૂ કર્યું છે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને બેઠક માટે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે બપોરે 4:00 વાગ્યાથી ઉમેદવારોને સાંભળવાનું શરૂ કરાયું હતું આ દરમિયાન ચૂંટણી લડવા માગતા નેતાઓ અને કાર્યકરોનો રાફડો ફાટ્યો હતો.
ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બંને બેઠકમાંથી આ વખતે તમામ જ્ઞાતિના કાર્યકરો ટિકિટ માગી રહ્યા છે. જો ઉમેદવાર બદલાવવામાં આવે તો પોતાને તક આપવામાં આવે અથવા તો વર્તમાન ધારાસભ્યોને બદલાવીને પણ પોતાને ઉમેદવારી ની તક આપવામાં આવે તેવી રજૂઆતો થઈ હતી. જોકે પ્રદેશ અધ્યક્ષ પાટીલે અગાઉ જ કહ્યું છે કે, આખરી નિર્ણય દિલ્હીથી થવાનો છે અને કોઈએ ખોટા દબાણ કરવા નહીં.