ગઈકાલે સાંજે આસપાસ ઝૂલતો પુલ ધરાસાયી થયો ને એકસાથે 400થી વધુ લોકો મચ્છૂ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે. આ જીવ ગુમાવનાર લોકોમાં માતા-પિતા સાથે 4 વર્ષનો માસૂમ જિયાંશના પણ માતાપિતા શામેલ છે. મૂળ હળવદ શહેરના હાર્દિક ફળદુ મોરબીમાં સીએ તરીકે કામ કરતા હતા. પત્ની મીરલ ફળદુ અને ચાર વર્ષનો દીકરા જિયાંશ સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. દુર્ઘટના સર્જાઇ ત્યારે જિયાંશ પણ તેના માતાપિતા સાથે આ પુલ પર હાજર હતો અને પુલ તૂટતાં આખો પરિવાર નદીમાં ખાબક્યો હતો. દુર્ઘટનામાં જિયાંશના માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો પણ આ ચાર વર્ષના માસૂમનો આબાદ બચાવ થયો. પણ મોરબીની આ દુર્ઘટના એ 4 વર્ષની ઉંમરમાં જ માસૂમ પાસેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે. જિયાંશ સહિત આ ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.