ભાવનગર તળાજા હાઇવે પર આવેલ રાજપરા ગામ નજીક રોડ ઓળંગી રહેલા થોરડી ગામના માતા-પુત્રીને બોલેરો પીકઅપે અડફેટે લેતા બન્નેના મોત નીપજ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના થોરડી ગામમાં રહેતા વસંતબેન મગનભાઈ મોરી અને તેમના દીકરી મધુબેન કાળુભાઇ વાઘેલા દિહોર ગામમાં રહેતા વસંતબેનના ભાઈની દીકરીના વેવિશાળ પ્રસંગમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળ્યા હતા અને ભાવનગર તળાજા હાઇવે પર રાજપરા ગામ નજીક વેલનાથ હોટલ સામે રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા બોલેરો પીકઅપ નં. જી.જે.૧૮ બી.ટી. ૭૦૫૨ ના ચાલકે બન્નેને અડફેટે લેતા મધુબેન કાળુભાઇ વાઘેલા ( ઉ.વ.૫૮ )નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત વસંતબેન મગનભાઈ મોરી ( ઉ.વ.૭૫ ) ને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે જાેરુભાઈ મગનભાઈ મોરીએ બોલેરો પીકઅપના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે.