ગુજરાત વિધાનસભાની ચૂટણીની તારીખ જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. તમામ રાજકીય પક્ષો આગામી ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ આગામી ચૂંટણી અંગે તૈયારી કરી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેરના કુભારવાડા વિસ્તારમાં પોલીસ તંત્ર અને સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોએ સાથે મળીને ફ્લેગમાર્ચ કરી હતી.
આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાવનગરને ૯૦ કમાન્ડોની ટુકડી ફાળવાઇ છે. જેને સાથે લઇને સિટી ડિવાય.એસ.પી. આર.આર. સિંઘાલ તથા પી.આઇ. દેસાઇ તેમજ આ વિસ્તારના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિગેરેએ કુંભારવાડા વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી. જાણવા મળ્યા મુજબ ચૂંટણી પૂર્વે ભાવનગર શહેર તથા જિલ્લાના સંવેદનશીલ સહિત તમામ વિસ્તારમાં ફ્લેગ માર્ચ સાથે ચેકીંગ કરશે. આજે કુભારવાડા વિસ્તારમાં જવાનો સાથે નિકળેલી ફલેગમાર્ચથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું. વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ જાતની ખલેલ ન પડે તે માટે ભાવનગર પોલીસ દ્વારા આગોતરૂ આયોજન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. (તસવીર : મૌલિક સોની)