કરોડોની ખોટી વેરા શાખ મેળવનાર સોહિલ કાદરભાઇ પિરવાણીની ધરપકડ બાદ બુધવારે કોર્ટે વધુ બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. સોહિલ પિરવાણીની કંપની ફિનિક્સ ટ્રેડલિંકમાં સ્ટેટ જીએસટી દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં મળી આવેલી કાચી ચીઠ્ઠીઓ, સાહિત્ય અંગેની સ્પષ્ટતાઓ તેની પાસેથી રીમાન્ડ દરમિયાન માંગવામાં આવી રહી છે.
સોહિલના રીમાન્ડ બુધવારે પૂર્ણ થતા તેને કોર્ટ સમક્ષ રજૂ કરાતા સ્ટેટ જીએસટીએ અનેક પુછપરછ બાકી હોવાની દલીલો કરતા તે ગ્રાહ્ય રાખી અને કોર્ટે તેને 4થી નવેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે. સ્ટેટ જીએસટીના અધિકારીઓ આઇ.ટી.એક્સપર્ટ લોકોની મદદ વડે આઇ-ક્લાઉડ પરના 50 જીબીના ડેટાને ખંગોળી રહ્યા છે, અને તેની લિન્કના આધારે વધુ કાર્યવાહીઓ કરી રહ્યા છે. સોહિલ પિરવાણીની કંપની ફિનિક્સ ટ્રેડલિંકમાં તેના પરિવારના લોકોની પણ સંડોવણી ખુલી રહી હોવાનું જાણવા મળ્યું છે.