કોરોના કાળના બે વર્ષ બાદ ફરી એકવાર ભાવનગરમાં દિવ્ય ભાસ્કર ગૃપના સૌરાષ્ટ્ર સમાચારની મીડીયા પાર્ટનરશીપ સાથે સ્મોલ વન્ડર અને એકતા’સ ક્લોઝેટ દ્વારા તા.૧૩ નવેમ્બરે આતાભાઇ ચોક ખાતે હેપી સ્ટ્રીટનું આયોજન કરાયેલ છે.
ભાવનગર મહાપાલિકા, ટાઇટલ સ્પોન્સર સિલ્વર બેલ્સ હાઇસ્કૂલ, જાની ડેન્ટલ કેર, હોટેલ સરોવર પોટ્રીકો, શ્રીજી રેસ્ટોરન્ટ, બોમ્બે કુલ્ફી, ભાવનગર હેરીટેજ, ઇનટેચ, વાય આઇ ભાવનગર, એપ્રોચ, અનવિલ ફાઉન્ડેશન, ધ્રુવાસ હેલ્થ એન્ડ કેમિકલ કોસ્મેટીક, પ્લમ ધ ગૌરમેટ સ્ટોર, ઇનર વ્હિલ કલબ ઓફ ભાવનગર ડિસ્ટ્રીક્ટ, પંકજ જાેશી કેરીયર ઇન્સ્ટીટ્યુટ, સાયન્સ સીટી- ભાવનગર, ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન, ફીલ ધ બીટ (ભાવેશ ડાન્સ), ટીઆઇઇ ભાવનગર પ્રી સ્કુલ એસોસીએશન સહિતની સંસ્થાઓ આ આયોજનમાં સહભાગી બની છે.
આ અંગે માહિતી આપતા સમગ્ર કાર્યક્રમના મુખ્ય આયોજક સ્મોલ વન્ડર્સના હર્ષા રામૈયા અને એકતા ક્લોઝેટના એકતા શાહે જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એવોર્ડ વિજેતા પુનિત પુરોહિત કરશે તો ઝુંબા ડાન્સ ઝીન મુશ્કાન લાકડીયા દ્વારા કરાવવામાં આવશે. આ કાર્યક્રમ ૧૩ નવેમ્બરે સવારે ૬ થી ૯ આતાભાઇ ચોક આ હેપી સ્ટ્રીટનું આયોજન કરાયું છે. ભાવનગર કોલિંગ ચિલ્ડ્રન્સ -ડે ફેસ્ટ સાથે આ હેપી સ્ટ્રીટમાં ગીત, સંગીત, નૃત્ય, એરોબિક તથા ગેમ્સ સહિતની એક્ટિવીટી કરવામાં આવશે.
આ ઉપરાંત સામાજિક દાયિત્વના ભાગરૂપે અવેરનેસ, સાયબર અવેરનેસ તથા અન્ય જાગૃતિ અભિયાન પણ સાથે ચલાવવામાં આવશે અને તે માટે ભાવનગર કોર્પોરેશન તથા ભાવનગર પોલીસ તંત્ર પણ સહયોગી થશે.