ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને રિપિટ કરી તેની કર્ત્યનિષ્ઠા અને કામગીરીની કદર કરી છે ત્યારે કાર્યકરો, ટેકેદારો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

જીતુભાઇનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ કાર્યાલયે ફટાકડા ફોડયા હતા જયારે સાંજે તેઓ કાર્યાલયે આવતા ટેકેદારો, કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે માથે સાફો બાંધી, કુમ કુમ તિલક જીતુભાઇનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જીત પૂર્વેનો જશ્ન હતો, પરંતુ રંગ જોતા લાગતું હતું કે, જીતુભાઈ જીતી ગયાનો આ જશ્ન છે!!