ભારતમાં એકાએક ઓરી (મિઝલ્સ)નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. માત્ર 48 કલાકમાં ત્રણ બાળકોના મોત થતા ઓરીના ફેલાવાનું કારણ જાણવા કેન્દ્ર સરકારે તાત્કાલીક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં બાળકોમાં ઓરીની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.
ઓરી એક ખતરનાક ઈન્ફેકશન છે, જેની હાલમાં કોઈ ચોકકસ દવા નથી, માત્ર તેના લક્ષણો પર ધ્યાન આપીને આ બીમારીને રોકી શકાય છે. મુંબઈમાં અચાનક ઓરીના કેસ વધવાના કારણો જાણવા માટે કેન્દ્ર સરકારે બુધવારે મુંબઈ એક ટુકડી મોકલી હતી. આ કેન્દ્રીય ટીમમાં નવી દિલ્હીના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ક્ધટ્રોલ અને લેડી હાર્ડીંગ મેડીકલ કોલેજની સાથે પૂણેના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ત્રણ નિષ્ણાંતો મોજૂદ છે.