ભાવનગર આદિવાસી સમાજ દ્વારા આદિવાસીના ભગવાન બિરસામુંડાજીની ૧૪૭મી જન્મ જયંતી નિમિત્તે એકલવ્ય આદિવાસી સોસાયટી ખાતે તા.૧૫ના રોજ તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. એકલવ્ય સોસાયટીથી શહિદ ભુવન હલુરિયા ચોક સુધી ડી.જે. સાથે સ્કુટર રેલીનું આયોજન સવારે ૧૦ કલાકે રાખવામાં આવેલ છે.
બિરસામુંડાનો જન્મ ૧૮૭૫માં ઝારખંડના ખુંટી જિલ્લામાં ઉલીહાત ગામમાં એક આદિવાસી કુટુંબમાં થયો હતો. તેમના માતા અને પિતાનું નામ સુંગના મુંડા હતું. તેમણે આદિવાસીઓને અંગ્રેજાેના શાસનથી તેમજ જમીનદારો અને અંગ્રેજાેના શોેષણથી મુક્તિ અપાવવા માટે નેતૃત્વ પુરૂ પાડ્યું. ૧૮૯૪માં છોટા નાગપુર વિસ્તારમાં ભયંકર દુષ્કાળ અને રોગચાળો (મહામારી) ફેલાઇ હતી. બિરસા મુંડાએ આ આપત્તિમાંથી લોકોને બચાવા પુરા મનથી લોકોની સેવા કરી હતી અને લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર કાઢવાના પ્રયત્નો કર્યાં હતાં.
આ જન્મ જયંતીની ઉજવણી માટે ભાવનગર ભીલ જ્ઞાતિ આદિવાસી સમાજના પ્રમુખ ભોળાભાઇ ઉમઠ, પ્રમુખ ભીખાલાલ ખેસ્તી તથા બાબુભાઇ વાઘેલા તથા ભરતભાઇ મણસાતર, અમીતભાઇ ચૌહાણ, અજયભાઇ ઘટાડ, નિતેશભાઇ પરમાર તથા ભીલ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહેશે. એકલવ્ય આદિવાસી સોસાયટી ખાતે સાંજના ૪ થી ૫ કલાકે જન્મ જયંતી નિમિત્તે કેક કાપવાની ઉજવણી કરવામાં આવશે અને સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.






