વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો ખૂબ જ જાેરથી ચાલી રહ્યો છે. તેવી જ રીતે અલગ અલગ સંગઠનના લોકો પણ રાજકીય પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે જાેડાયા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે અને હવે દરેક પક્ષોમાં ઉમેદવારોના ફોર્મ ભરવાનું કામ શરૂ કર્યું છે. તેમ છતાં અમુક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થયા છે. ટિકિટ ન મળતાં વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. આજે સુરતમાં પાસ કન્વિનર નીતિન ઘેલાણી કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. સી.આર.પાટીલની હાજરીમાંજ ૪૦થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે. ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જાેડાયા છે.
ઉધના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ૪૦ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવા માટે આવ્યા હતા. કમલમ્? ખાતે ૪૦ આગેવાનો ભાજપમાં વિધિવત્? રીતે જાેડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના સ્થાપક અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ અને બાદમાં હાલ ભાજપમાં છે, જ્યારે અલ્પેશ કથીરીયા સહિતના હવે આમ આદમી પાર્ટી સાથે છે. બાકીના રહ્યા સહ્યા કાર્યકરો, આગેવાનો પણ જ્યાં મેળ પડે ત્યાં હાથ મેળવી રહ્યા છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સૌથી પડકારજનક મુદ્દો હતો જ્યારે આ વખતે હતું નહોતું થઈ ગયું છે !!