બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બંને બેઠક પર ભાજપના નિયત ઉમેદવારો સામે વિરોધ થયો હતો. આજે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખુદ ગઢડા પહોંચ્યા હતા. આ બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી આત્મારામ પરમાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, આ બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયા ને વિજય બનાવવા ભાજપની ટીમ મેદાનમાં આવી ગઈ છે.