અંતરિક્ષ વિજ્ઞાનમાં પોતાની બાદશાહત યથાવત રાખવા માટે અમેરિકાએ ફરે મૂન મિશન રવાના કર્યું છે. આ મિશને ધરતી પરથી 58 હજાર માઇલથી મનોહારી તસવીર મોકલી છે.
અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી 16 નવેમ્બરના રોજ લોન્ચ થયેલા ચંદ્રમા મિશન આર્ટેમિસ-1 એ શાનદાર તસવીરો મોકલવાનું શરૂ કર્યું છે.
આ મિશન લોન્ચિંગ દરમિયાન નાસાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે નાસાના શક્તિશાળી રોકેટ ઓરિયન આ સ્પેસક્રાપ્ટને અંતરિક્ષ લઇ જવામાં આવ્યું, ત્યારબાદ આર્ટેમિસ-1 એ પોતાને ક્રાયોજેનિક પ્રોપલ્શન સ્ટેજ થી અલગ કરી લીધું અને હવે તે ચંદ્રમાની કક્ષા તરફ જઇ રહ્યું છે. પૃથ્વીથી ચંદ્રમાની યાત્રા દરમિયાન આર્ટેમિસ-1 એ પૃથ્વી ગ્રહની તસવીરો મોકલી છે.
આર્ટેમિસ-1 મોકલવામાં આવેલી પૃથ્વીની આ તસવીર્રો ધરથીથી 58,000 માઇલ દૂરથી ખેંચવામાં આવી છે. આ ફોટોને ખેંચવા માટે ઓરિયને વિશેષ કેમેરાનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ આ ચંદ્રમા મિશનની એકમાત્ર કમાન્ડરની તસવીર પણ જાહેર કરી છે.
ઓરિયનના ઓનબોર્ડ કેમેરાએ પૃથ્વીના ઘણા અનોખા દ્રશ્ય ફોટા દ્વારા મોકલ્યા છે. આ મિશનમાં સાથે જઇ સાથે જઇ રહેલા રોકેટ અને સ્પેસક્રાફ્ટ બંને હાઇટેક મલ્ટી-કેમેરાઝથી સજ્જ છે. જેના દ્વારા આ મિશનના મહમત્વપૂર્ણ ડેટા અને ફોટા એકઠા કરવામાં આવી રહ્યા છે. નાસા અનુસાર ઓરિયન સ્પેસક્રાફ્ટ લગભગ 1.3 મિલિયન માઇલનું અંતર કાપીને ચંદ્રમા પર પહોંચશે.
ઓરિયન સ્પેસક્રાફ્ટને એનર્જી આપવા માટે તેમાં 4 સોલાર વિંગ અને 3 પેનલ લગાવવામાં આવી છે. જેથી 25 દિવસ સુધી ચાલનાર મિશન માટે વિજળી સપ્લાય કરવામાં આવશે. આટલા સોલાર પેનલથી 3 રૂમવાળા ઘરને પણ સરળતાથી પ્રકાશિત કરી શકે છે. નાસાના આર્ટેમિસ 1 સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ ચંદ્રમા મિશન પર જનાર દુનિયાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે. આ Saturn V રોકેટની તુલનામાં 15 ટકા વધુ ફાસ્ટ ગતિથી ઉડે છે. અમેરિકાએ Saturn V રોકેટ ગત સદીમાં ચંદ્રમા પર મોકલ્યું હતું.