શ્રદ્ધા વાલકર હત્યાકાંડની તપાસ હાલ દિલ્હી પોલીસ કરી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા હત્યાના આરોપી આફતાબની પૂછપરછ દરમિયાન થોડી મહત્વની જાણકારી મળી છે. આ તપાસના આધારે રવિવારે પોલીસ દક્ષિણ દિલ્હીના મેદાનમાં આવેલ એક તળાવ ખાલી કરાવી રહી છે. વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, આફતાબે શ્રદ્ધાના માથાને આ તળાવમાં નાખી દીધું હતું. ઘટના સ્થળે હાલ નગર નિગમની ટીમ પહોંચી ગઈ છે. અને આ તળાવમાંથી પાણી ખાલી કરવાની તૈયારી કરી રહી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસમાં અહમ સબુત હાથ લાગ્યા છે. આફતાબે આ મેદાનમાં આવેલા તળાવમાં શ્રદ્ધાના માથાને ફેકી દીધુ હતું. જેથી તળાવને ખાલી કરાવીને નગર નિગમના કર્મચારીઓ અને પોલીસ શ્રદ્ધાનો માથાને શોધવાનો પ્રયાસ કરી રહી છે. સ્થળ પર પાણીને ખાલી કરાવા માટે મોટા મોટા મશીનો કામે લગાવ્યા છે.
આ પહેલા શનિવારે દિલ્હી પોલીસની ટીમે આરોપી આફતાબ અમીન પૂનાવાલાને લઈને મેટલ ડિટેક્ટર સાથે ગુરૂગ્રામ ગઈ હતી. પોલીસે ઘણા સમય સુધી ડીએલએફ ફેઝ 2ના ખાલી પ્લોટ અને જંગલોની તપાસ કરી હતી. પોલીસને આ મામલે શંકા હતી કે, આરોપી આફતાબે હત્યા માટે વાપરેલા હથિયારને અહીં નાખ્યા છે. જોકે પોલીસને અહીથી કઈ પણ મળ્યું નહોતું.