છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો ગગડતા શિયાળાની ઠંડીનો પ્રારંભ થયો હોવાનો લોકો અહેસાસ કરી રહ્યા છે ગત રાત્રીના લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી રહેવા સાથે દિવસના તાપમાનમાં ઘટાડો થવા પામ્યો છે.જાે કે, હજુ કડકડતી ઠંડીના અભાવે ગરમ વસ્ત્રોની બજારમાં ઘરાકીની રાહ જાેવાઇ રહી છે. ભાવનગરમાં પ્રતિવર્ષની મુજબ આ વર્ષે પણ ટીબેટીયનો ગરમ વસ્ત્રોના વેચાણ અર્થે આવી પહોંચ્યા છે. ઠંડીનો માહોલ જામતા જ અહીં ઘરાકીમાં ગરમાવો જાેવા મળશે.
દિવાળી બાદ રાત્રીના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થયા બાદ છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ રાત્રિના તાપમાનનો પારો ૨૦ ડિગ્રી કરતાં પણ નીચે ઉતરી જતા અને ગતરાત્રિના લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાતા શિયાળાની ઠંડીનો ચમકારો થવા પામ્યો હતો લોકોએ ૧૨ કિલોમીટરની જાહેરાત ઝડપે ફૂકાયેલા પવન સાથે શિયાળાની ઠંડીનો અનુભવ કર્યો હતો છેલ્લા ત્રણથી ચાર દિવસથી મહતમ તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે જેમાં રવિવારે દિવસનું તાપમાન ૩૦.૪ ડિગ્રી રહેવા પામ્યો હતો અને સાંજ થતાની સાથેજ ઠંડા પવન સાથે તાપમાનનો પારો નીચે ઉતરતા લોકોએ ઠંડીનો અહેસાસ શરૂ કર્યો હતો આગામી દિવસોમાં હજુ વધુ ઠંડી પડે તેવી સિસ્ટમ સર્જાઈ રહી છે શિયાળાની સીઝનની ઠંડીનો પ્રારંભ થતાં તિબેટીયાનો અને ગરમ વસ્ત્રો વેચતા વેપારીઓમાં ખુશી જાેવા મળી રહી છે.