શ્રદ્ધા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે,આફતાબ પૂનાવાલાના પોલિગ્રાફ સેશન, લાંબા સમયથી રાહ જોવાતી નાર્કો ટેસ્ટ અને પૂછપરછ વચ્ચે, પોલીસ હવે આરોપી આફતાબ સામે ડ્રગ્સના સેવનના આરોપોની તપાસ કરશે. આફતાબ, જે હાલમાં તિહાડ જેલમાં બંધ છે અને સીસીટીવીની દેખરેખ હેઠળ છે, કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. ગુજરાત પોલીસે સુરતમાંથી ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે તે આફતાબને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.





