દિલ્હીના ચકચારી શ્રદ્ધા વોલ્કર હત્યાનો આરોપી આફતાબ જોઈને લોકો ઉકળવા લાગ્યાં છે અને તેને મારી નાખવા લોકો તલપાપડ થયા છે. તેના પહેલા સંકેત આપતી ઘટનામાં પોલીસની ટીમ જ્યારે એફએસએલ ઓફિસની બહાર નીકળીને આફતાબને વાનમાં બેસાડ્યો બરાબર ત્યારે બે લોકો તેમની કાર લાવીને વાનની સામે ઊભી કરી હતી અને પછી તલવાર લઈને વાનને મારવા લાગ્યા હતા. પોલીસે નિગમ ગુર્જર નામના એક શખ્સને અટકાયતમાં લીધો છે.
આરોપી નિગમ ગુર્જરે એવું કહ્યું કે અમારે આફતાબને કાપી નાખવો હતો. અમે ગુરુગ્રામના 15 લોકોને લઈને આવ્યાં હતા. તમામ લોકો સવારે દિલ્હી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં બેઠા હતા. લેબની બહાર રેકી કરતા રહ્યા. પોલીસ પૂછપરછમાં નિગમ ગુર્જરે જણાવ્યું હતું કે આફતાબ 70 ટુકડા કરવાના હતા. આફતાબે અમારી બહેન-પુત્રીના 35 ટુકડા કરી નાખ્યા હતા. મને આ વાતનો ગુસ્સો આવ્યો. આફતાબને મારીને અમે પાછા જવાના હતા પરંતુ પોલીસે અમારો ખેલ બગાડી નાખ્યો
પોલીસ નિગમ ગુર્જરના અન્ય સહયોગીઓની શોધખોળ કરી રહી છે. પોલીસને મળી આવેલી કારમાં હથોડા, વિકેટ, તલવારો મળી આવી છે. નિગમ ગુર્જરે કહ્યું- આફતાબે અમારી બહેન અને દીકરીની હત્યા કરી છે. અમે આ જ રીતે ઘટનાને અંજામ આપવાના હતા. આફતાબે અમારી બહેનના 35 ટુકડા કર્યા હતા, અમે તેના 70 ટુકડા કરી નાખ્યા હોત. અમે આખો પ્લાન કરીને ઘેરથી નીકળ્યાં હતા.






