રાજકોટ એસટી ડિવિઝન હેઠળના બસ ડેપોની અન્ડરમાં આવતા બૂથ અને ડિસ્પેચિંગ સેન્ટરને ધ્યાનમાં રાખી એસટી પોર્ટ ઉપર મુસાફરોને બસ મેળવવા કલાકો સુધી પ્લેટફોર્મ ઉપર ઉભા રહેવાની પરિÂસ્થતિ ઉભી થઇ હતી દરમિયાન રાજકોટ એસટી ડિવિઝનની ૧૦૨ જેટલી એસટી બસને ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકી લેવાતાં ત્રણ દિવસ સુધી મુસાફરોને હાલાકી પડશે આજે લગ્નગાળાને ધ્યાનમાં રાખી બસ સ્ટેન્ડ ઉપર ગ્રામ્ય મુસાફરોની સવારથી જ ભીડ હતી પરંતુ અમુક રૂટ રદ કરી દેવાતાં મુસાફરો અવાર-નવાર ઇન્કવાયરી બારી ઉપર પૂછપરછ કરવા દોડી જતા હતા. અત્રે એ ઉલ્લેખનિય છે પરિણામે કાલ સવારથી એસટી બસ રાબેતા મુજબ રૂટ ઉપર દોડતી થશે. અસંખ્ય ગ્રામ્ય રૂટ કરી દેવાતાં રાજકોટના મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. બીજી તરફ જે રૂટમાં મુસાફરોની દરરોજ બસમાં ઓછી સંખ્યા હોય તેવા જ રૂટ રદ કરાયાનું એસટી વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. કાલે સવાર નવ કલાક બાદ એસટી વ્યવહાર પુનઃ રાબેતા મુજબ ધમધમતો થશે.