Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં મોદી મેજીક ચાલ્યો : PM મોદીનો પ્રચાર અને રોડ-શૉ, નોરિપીટ થીયરી અને ત્રીજી પાર્ટીનો પરોક્ષ રીતે ભાજપને થયો ફાયદો

aaspassdaily by aaspassdaily
2022-12-08 13:07:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપની ભારે જીત તો થઈ પણ સાથે સાથે એક નવો રેકોર્ડ પણ તૂટયો છે. મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2002માં 127 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી જે બાદ જેટલી ચૂંટણી થઈ તેમાં ભાજપની સીટો સતત ઘટી રહી હતી. આમ 127નો આંકડો પીએમ મોદીનો રેકૉર્ડ હતો અને હવેના ભાજપે આ આંકડો પણ પાર કરી લીધો છે. આ તરફ ભાજપની જીતના પણ અનેક કારણો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારનો મોદી મેજિક ગુજરાતમાં ચાલી ગયો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય મેગા રોડ શો અને રેલીઓ-સભા સંબોધી હતી. જેમાં અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 38 કિમી લાંબો આ રોડ શો હતો.PM મોદી અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભામાં રોડ શો કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મોટો દાવ રમ્યો હતો. જેમાં ગુજરાતની અનેક બેઠકો ઉપર નો રિપીટ થીયરી પણ અપનાવી હતી. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓનું પત્તું પણ કપાયું હતું. જ્યાં નવા ચહેરાઓએ ટિકિટ મળ્યા બાદ તે પણ પાર્ટીની આશા પર ખરા ઉતર્યા છે. પહેલા ચર્ચા હતી કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને નુકશાન થશે. તો વળી ચૂંટણી ટાઈમે ભાજપ-કોંગ્રેસે આમ આદમી પાર્ટીને એકબીજાની બી ટીમ ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે હવે પરિણામને જોતાં આ તમામ વાતો ખોટી પડી હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિને જોતા ચુંટણી રિઝલ્ટના ટ્રેન્ડ્સ પ્રમાણે હવે આપને કારણે કોંગ્રેસને જ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
ભાજપને આ ચૂંટણીમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા યુવા ચહેરાઓ કામે લાગ્યા છે. ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી ભાજપ ઠાકોર સમાજના મતદારોને રીઝવવામાં સફળ રહી છે. આ સાથે પાટીદાર નેતા હાર્દિક પટેલને તેના હોમટાઉન વિરમગામથી ટિકિટ આપી છે. જેથી પાટીદાર વોટબેન્ક પણ સચવાઈ ગઈ હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. જેમાં ઉત્તરપ્રદેશ અને આસામના મુખ્યમંત્રીનો ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. આ સાથે દરેક વિધાનસભામાં ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કર્યો હોય તે પણ જિતનું એક કારણ ગણી શકાય છે. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાયા બાદ પણ પક્ષને અનેક નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પર વિશ્વાસ હતો. આ સાથે બળવાખોરો કશું બગાડી નહીં શકે તેવો પાર્ટીને વિશ્વાસ હતો. જેને કારણે પક્ષના કાર્યકર્તાઓએ પણ છેલ્લા સમય સુધી ઘરે ઘરે પહોંચી પ્રચાર કર્યો હતો.

Tags: gujaratModi megic
Previous Post

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 ડિસેમ્બરે શપથવિધિ

Next Post

સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ ‘ડબલ એન્જીન’

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત

July 17, 2025
બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું
તાજા સમાચાર

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

July 17, 2025
સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ
તાજા સમાચાર

સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ

July 17, 2025
Next Post
સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ ‘ડબલ એન્જીન’

સતત 7મી વખત ભાજપ સરકારનો રેકોર્ડ ‘ડબલ એન્જીન’

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું કમબેક : 34+ બેઠક પર ભગવો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું કમબેક : 34+ બેઠક પર ભગવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.