Wednesday, August 27, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક : ભૂપેન્દ્ર પટેલના નામની મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત

જિલ્લાના સંગઠનના હોદેદારો , સાંસદોને પણ હાજર રહેવા માટે સૂચના

aaspassdaily by aaspassdaily
2022-12-10 10:47:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે નવી સરકાર રચવાની કવાયત તેજ કરી દીધી છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાવા જઈ રહી છે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ મુકવામાં આવશે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા ઉમેદવારો સાથે જિલ્લાના સંગઠનના હોદેદારો હાજર રહેશે. આ બેઠકમાં હાજર રહેવા માટે સાંસદોને પણ સૂચના આપવામાં આવી છે.

ભાજપના સંસદીય બોર્ડે રક્ષામંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને ગુજરાત માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. ત્રણેય નેતાઓ આજે ગુજરાત આવશે અને ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવશે. બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નામની સત્તાવાર જાહેરાત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે. તેઓ આગામી 12મી ડિસેમ્બરે ફરી મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ખાતે યોજાનારા શપથવિધિ સમારોહ માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ શપથવિધિ માટે તૈયાર થઈ રહ્યું છે. .12મી ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. પ્રદેશ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ સમારોહમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Tags: BJP meating kamalamgujarat
Previous Post

લિયોનેલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ, વર્લ્ડ કપમાં કર્યા 10 ગોલ

Next Post

33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ધરતી ધ્રુજી ઉઠી

aaspassdaily

aaspassdaily

Related News

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત
તાજા સમાચાર

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત

August 27, 2025
મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
તાજા સમાચાર

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

August 27, 2025
ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા
તાજા સમાચાર

ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા

August 27, 2025
Next Post
કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ધરતી ધ્રુજી ઉઠી

G-20 સમિટની 15 મહત્વપૂર્ણ બેઠકોનું યજમાન ગુજરાત

G-20 સમિટની 15 મહત્વપૂર્ણ બેઠકોનું યજમાન ગુજરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.