કોંગ્રેસે હિમાચલ પ્રદેશ ભલે કોંગ્રેસે જીતી લીધું હોય, પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે મોટો પ્રશ્ન છે, તેના નિરકારણ માટે હાઇકમાન્ડ એલર્ટ છે. મુખ્યમંત્રી પદ એક છે પરંતુ દાવેદારો ઘણા છે. હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ તેમજ રાજ્યના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુખવિંદર સિંહ સુખુએ મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કર્યો છે. અંદરથી એવા પણ સમાચાર છે કે હાઈકમાન્ડ પ્રતિભા સિંહને સાંસદ પદ પરથી હટાવીને સીએમ બનાવવાના પક્ષમાં નથી.
મુખ્યમંત્રીના ચહેરા માટે સુખુ અને પ્રતિમા સિંહ સિવાય અન્ય ઘણા નામ સામેલ કરવામાં આવ્યા છે. હિમાચલ વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા મુકેશ અગ્નિહોત્રી અને વિપક્ષના ઉપનેતા હર્ષવર્ધન ચૌહાણના નામો પણ સામે આવી રહ્યા છે, હાઈકમાન્ડ કોને કોને વરણી કરશે તેના પર સૌની નજર છે.
ધારાસભ્યોની વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય નિરીક્ષકો તમામ ધારાસભ્યોને અલગ-અલગ મળીને તેમની પસંદગીઓ જાણવા માંગે છે. હિમાચલની ચૂંટણીમાં સીએમના નામની જાહેરાત માટે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સીએમ અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.