ભારત અને ચીન વચ્ચે તનાવનું એક કારણ બનેલા ચીનના એક જાસૂસી યુદ્ધ જહાજ પોટ વાંગ-5 હિન્દ મહાસાગરનો વિસ્તાર છોડીને પરત ગયું છે આ જાસૂસી યુદ્ધ જહાજ પર ભારતીય નૌકાદળની સતત નજર હતી અને તે છેલ્લા કેટલાક સપ્તાહથી હિન્દ મહાસાગરમાં ફરી રહ્યું હતું.
માનવામાં આવે છે કે તે ભારતના દરિયાઈ ક્ષેત્રની સીમાઓ પર નજર રાખતુ હતું. હાલમાં જ આ વિસ્તારમાં ભારત અને અમેરિકા સહિતના દેશોએ જે નૌકાદળની કવાયતો કરી હતી તે બાદ આ યુદ્ધ જહાજ હિન્દ મહાસાગરમાં પ્રવેશ્યુ હતું.