ભાવનગરમાં એક વર્ષ પહેલાં થયેલી મારામારીના કેસમાં સમાધાન કરવા મામલે બે ઈસમોએ સામસામી ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના સરદારનગર, મફતનગરમાં રહેતા ભરતભાઈ ઉર્ફે બંટી ઉર્ફે ફોજી રમેશભાઈ સખીજા ( ઉ.વ.૩૨ ) અને અનિલ અરવિંદભાઈ પરમાર ( ઉ.વ.૨૭ ) રહે.આઝાદનગરને એક વર્ષ પહેલા મારામારી થઈ હતી તેનો કોર્ટ કેસ ચાલતો હોય,આ જેસમાં સમાધાન જરવા માટે બન્ને સિંધુનગરમાં ભેગા થયા હતા ત્યારે એકબીજાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે બન્નેએ સામસામી ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી હતી.