પાલીતાણા શત્રુંજય મહાતીર્થ ઉપર અસામાજિક તત્વો દ્વારા ગુંડાગીર્દી કરીને બોર્ડ તેમજ સીસીટીવી કેમેરા માટે લગાવેલા થાંભલાઓ તોડી નાખવાની બનેલી ગંભીર ઘટનાને પગલે તા. ૧૬મીને શુક્રવારના રાત્રે ૮.૩૦ વાગે પાલડી ઓપેરા ખાતે તમામ જૈન સંઘોની મિંટિંગ રાખવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન, રેલી વિગેરે દ્વારા સરકાર સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરશે અને આવા અસામાજિક તત્વોને તાત્કાલિક ડામીને શાંતિ સ્થપાય તેવા પગલાં લેવા માટે રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત ૨૬ નવેમ્બરના રોજ રોહીશાળા મુકામે શ્રી આદિનાથ પ્રભુના પ્રાચીન પગલાંઓને કેટલાક અસામાજિક અજાણ્યા વ્યÂક્તઓ દ્વારા ખંડિત કરવામાં આવેલ હતી. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આજ સુધી કોઈપણ વ્યÂક્તની ધરપકડ થયેલ નથી. આને લઈને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગઢની અંદર સીસીટીવી કેમેરા વિગેરે વિશેષ રૂપે લગાવવામાં અને સુરક્ષા વધારવામાં આવી છે.
ગઇકાલે ગુરુવારના રોજ બપોરે છ થી સાત અસામાજિક ત¥વોએ આવીને શત્રુંજય મહાતીર્થની ઓÂફ્સમાં બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેઓ સુરજકુંડ પાસે જઈને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લગાવવામાં આવેલ બોર્ડને તોડી નાખવામાં આવેલ તેમજ સીસીટીવી કેમેરા માટે લગાવેલ થાંભલાઓ પણ તોડી નાખ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાક મુઠ્ઠીભર લોકો દ્વારા સામાજિક વૈમનસ્ય વધે તેવા પ્રકારના નિવેદનો અને પ્રવૃત્તિ જાહેરમાં કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આ અંગેની ફરિયાદ કલેકટર, આઈ.જી., એસ.પી., પાલીતાણા ટાઉન પી.આઇ. વિગેરેને કરી છે. આમ છતાં કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી. આ અંગેની એક ઇમર્જન્સી મિટિંગ અમદાવાદના તમામ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘો દ્વારા શુક્રવારના રોજ રાત્રના પાલડી સુખીપુરા પાસે આવેલા ઓપેરા જૈન સંઘ ૮ઃ૩૦ વાગે ખાતે રાખી છે જેમાં અમદાવાદના જૈન સંઘો તથા યુવક મંડળો પણ વિશેષ રૂપે જાડાશે.