પાલીતાણાના સિપાઈવાડા વિસ્તારમાં જુગાર રમતા પ શખ્સને પાલીતાણા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો.
પાલીતાણાના સિપાઈવાડા વિસ્તારમાં આવેલ રિઝવાનભાઈ ના રહેણાંકી મકાનની બહાર સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રિઝવાન ઉર્ફે મુન્નો સરદારખાન પઠાણ, સોહિલ શબીરભાઈ સોલંકી, ફારુક મુસાભાઇ માલવિયા, અજય બાબુભાઈ રાઠોડ અને અકીલ ઇસાકભાઈ સૈયદને પાલીતાણા પોલીસે ઝડપી લઇ પટમાંથી રૂ. ૧૦,૧૭૦ રોકડા કબજે કર્યા હતા. જ્યારે મોહિનખાન દિલાવરખાન પઠાણ પોલીસને જાઈને ફરાર થઈ ગયો હતો.પાલીતાણા ટાઉન પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.