ખાતર અને બિયારણના ભાવ મુદ્દે કૃષિમંત્રી રાઘવજીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પાકની સીઝનમાં ખેડૂતોને ખાતરની વધારે જરૂર હોય છે એટલે હાલ રાજ્યમાં ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે રાજ્યની માંગણી પ્રમાણે 12.50 લાખ યુરિયા ખાતરનો જથ્થો મંજુર કર્યો છે.
ખાતરના વધતા ભાવ મામલે કૃષિમંત્રીએ કહ્યું કે આ પ્રશ્ન કેન્દ્ર સરકાર હસ્તકનો છે. રાસાયણિક ખાતરના ભાવમાં વપરતા કાચોમાલ મોટાભાગે આયાત કરવો પડે છે અને છેલ્લા દોઢ વર્ષમાં આ ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. ખાતર કંપનીએ પણ વારંવાર ભાવ વધારાની રજૂઆત કરી હોવા છતા વધારો કરવા દીધો નથી અને ખેડૂતો પર ભાવ વધારોનો બોજો ન પડે તે માટે સરકારે ખેડૂતોને સબસીડી આપી છે અને કેન્દ્રએ સબસિડી આપી ભાવ સ્થિર રાખ્યા છે. તેમણે કહ્યું કે, આંતર રાષ્ટ્રીય બજારને કારણે ભાવમાં વધારો થયો છે.