Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘160’ ફોર્મ્યુલા- સતત ત્રીજીવાર સત્તામાં લાવવા માટે BJP નો ગેમપ્લાન

લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી

aaspassdaily by aaspassdaily
2022-12-20 11:36:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી માટે હવે લગભગ દોઢ વર્ષનો સમય બચ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. ભાજપે સતત ત્રીજીવાર સત્તામાં પાછા ફરવા માટે ગેમ પ્લાન બનાવ્યો છે અને તેના માટે 160ની ફોર્મ્યુલા લઈને આવી છે. ભાજપના સંગઠનાત્મક નેતાઓએ સોમવારે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી અને ચૂંટણી અંગે અત્યાર સુધીની કવાયતની સમીક્ષા કરવાની સાથે સાથે ભવિષ્યના રોડમેપની પણ ચર્ચા કરી.

શું છે ભાજપની આ 160 ફોર્મ્યુલા?
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે કપરી ગણાતી 160 લોકસભા સીટોની પસંદગી કરી છે જેને જીતવાનું પાર્ટીનું ફોકસ રહેશે. આ અગાઉ પાર્ટીએ 144 સીટોની પસંદગી કરી હતી. જેમાંથી મોટાભાગની બેઠકો પર 2019ની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બિહારમાં જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપે પડકારજનક બેઠકોની સંખ્યા વધારીને 160 કરી નાખી છે.
દેશના અલગ અલગ રાજ્યોની ભાજપ માટે પડકારજનક ગણાતી આ બેઠકો પર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટાભાગની બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે ભાજપે આવી બેઠકોની જે નવી યાદી તૈયાર કરી છે તેમાંથી કેટલીક બેઠકો એવી છે જ્યાં પાર્ટીએ જીત મેળવી હતી. પરંતુ પાર્ટીનું માનવું છે કે આ વિસ્તાર સ્થાનિક સામાજિક અને રાજનીતિક કારણોને લીધે પડકાર બનેલા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ ભાજપ આ 160 સીટો પર મતદારો સુધી પહોંચ વધારવા અને સંગઠનાત્મક તંત્રનો વિસ્તાર કરવા માટે કામ કરી રહ્યું છે. આ માટે પાર્ટીએ મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રીઓને આ કવાયતમાં સામેલ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. પાર્ટીના ટોચના નેતાઓ નિયમિત રીતે આ સીટો પર પાર્ટીની ગતિવિધિઓની સમીક્ષા પણ કરતા રહે છે.

વિસ્તારકો માટે તાલિમ શિબિર
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ભારતીય જનતા પાર્ટી બિહાર અને તેલંગણામાં વિસ્તાર પર ખુબ જોર લગાવી રહી છે. પાર્ટીએ પટણા અને હૈદરાબાદમાં પોતાના વિસ્તારકો માટે બે દિવસની તાલિમ શિબિરનું પણ આયોજન કર્યું છે. જેમની પાસે લોકસભા બેઠકોનું પૂર્ણકાલિક પ્રભાર છે. સૂત્રોએ જણાવ્યું કે બિહારની બેઠક 21 અને 22 ડિસેમ્બરના રોજ પ્રસ્તાવિત છે. જ્યારે હૈદરાબાદમાં 28 અને 29 ડિસેમ્બરે બેઠક થવાની શક્યતા છે. પટણામાં થનારી બેઠકમાં 90 લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત થાય તેવી આશા છે. જ્યારે હૈદરાબાદની બેઠકના એજન્ડામાં 70 બેઠકો હશે.

Tags: 160 formulabjpindia
Previous Post

પોરબંદર યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક થતા આશ્ચર્ય

Next Post

ફૂટબોલ ફાઈનલને લઈને કેરળમાં હિંસા

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ફૂટબોલ ફાઈનલને લઈને કેરળમાં હિંસા

ફૂટબોલ ફાઈનલને લઈને કેરળમાં હિંસા

ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી મંગાવ્યું 1 લાખનું લેપટોપ, ઘરે પહોચ્યું ડોગ ફૂડ

ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી મંગાવ્યું 1 લાખનું લેપટોપ, ઘરે પહોચ્યું ડોગ ફૂડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.