ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ આટામિલની કંપાઉન્ડની દિવાલે આઠથી દસ કેબીનો ગેરકાયદે ખડકાઈ છે. જેને દુર કરવા તંત્રએ આજે વધુ એક વખત પ્રયાસ કર્યો હતો. જે પૈકી બે થી ત્રણ કેબીનો ભંગાર હાલતે હતી જેને હટાવી હતી જ્યારે અન્ય કેબીન ધારકોને મહેતલ આપી તાકિદે દબાણ હટાવી લેવા તંત્રએ સુચના આપી છે. જા સુચનાનો અનાદર થશે તો તંત્ર દ્વારા જેસીબી લાવીને બળ પ્રયોગ પણ કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હતી.
કેટલાક દબાણકર્તા તત્વોએ સિંમેન્ટ ક્રોંકીંટથી પાકુ ફાઉન્ડેશન પણ ભરી લીધી હતું. જે તમામ સામે કાર્યવાહી કરવા તંત્રએ કાયદાનો દંડો ઉગામ્યો છે.