વલભીપુર તાલુકાના ચમારડી ગામમાં રહેતા બે બાળકોને ઝેરી દવા પીધેલી હાલતે પ્રથમ વલભીપુર અને ત્યાંથી ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.બાળકોને ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો આક્ષેપ પિતાએ કરતા હોસ્પિટલ પોલીસે વલભીપુર પોલીસને જાણ જરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ વલભીપુર તાલુકાના ચમારડી ગામમાં આવેલ કુંભારવાળી શેરીમાં રહેતી જાગૃતિબેન નાનજીભાઈ સોલંકી ( ઉ.વ.૪ ) અને રાજવીર પીન્ટુભાઇ સોલંકી નામના બાળકોને ઝેરી દવાની અસર થતા બંનેને ગંભીર હાલતે સારવાર અર્થે પ્રથમ વલભીપુર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે, જ્યાં બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવ અંગે બાળકીના પિતા નાનજીભાઈ દુદાભાઈ સોલંકીએ મહેશ, વિપુલ અને ભાવેશ રમેશભાઈ વગેરેએ તેમની દીકરી અને દીકરાને કોઈ ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો આક્ષેપ કરતા હોસ્પિટલ પોલીસે સક્ષમ અધિકારીને નિવેદન લેવા અને ફરિયાદ નોંધવા જાણ કરી હતી.