સુરતમાં વસતા અધેવાડા ગામમાં યુવાનો એકબીજાની નજીક આવે અને એમનામાં રહેલા કૌશલ્ય પ્રદર્શિત કરવાની તક મળે એ હેતુથી એમને પ્લેટફોર્મ આપવા અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ છઁઁન્ સિઝન ૨ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે.કે.ગ્રાઉન્ડ કોસાડ ખાતે થયું હતું. કુલ ૮ ટિમે ભાગ લીધો હતો જેમાં દેવ ઇલેવન, ધ બી ટીમ, ર્નિમલ ઇલેવન, શિહોરા બ્રધર્સ, દેવમ ઇલેવન, વૃંદાવન ઇલેવન, બર્થ એન્ડ બિયોન્ડ હોસ્પિટલ, ધર્મા ઇલેવન નો સમાવેશ થતો હતો જેમાં થયેલી રોમાંચક મેચો બાદ વૃંદાવન ઈલેવન અને શિહોરા બ્રધર્સ ટીમ ફાઈનલમાં આવી હતી અને વૃંદાવન ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ દિપક ભાયાણી, મેન ઓફ ધ સિરીઝ- બેસ્ટ બેટ્સમેન દર્શક સાચપરા અને બેસ્ટ ફિલ્ડર પરેશ સાચપરા, બેસ્ટ બોલર મનોજ સાચપરા બન્યા હતા. લીગ મેચોનાં મેન ઓફ ધ મેચ સાથેની તમામ ટ્રોફીઓ ખેલાડીઓને એનાયત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.