વિપક્ષીઓ બાદ હવે સોશિયલ મીડિયાના કેટલાક મીમ્સ પણ કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીને ‘પપ્પુ’ તરીકે સંબોધતા જોવા મળે છે. ત્યારે આજે પહેલી વાર રાહુલ ગાંધીએ પોતાના આ નામ બાબતે નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આ નામથી કોઈ વાંધો નથી. અગાઉ મારા દાદી ઇન્દિરા ગાંધીને ગુંગી ગુડિયા પણ કહેતા હતા, જે આજે આયર્ન લેડી તરીકે ઓળખાય છે.
રાહુલ ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, રાજકારણમાં એકબીજાને અલગ-અલગ નામથી બોલાવવા એ એક અભિયાનનો ભાગ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જેઓ આજે તેમને પપ્પુ કહે છે તેઓ ખરેખર તેમનાથી અંદરથી ડરે છે. તેઓ નાખુશ છે. મને કોઈપણ નામથી બોલાવવામાં વાંધો નથી. રાહુલે વધુમાં કહ્યું કે, પહેલા રાજકીય પક્ષોના નેતાઓ મારી દાદી ઇન્દિરા ગાંધીને મૂંગી ઢીંગલી કહેતા હતા, જ્યારે બાદમાં તેમને હવે આયર્ન લેડી તરીકે સંબોધવા લાગ્યા અને આજે તેણી આ નામથી ઓળખાય છે. તેણે કહ્યું કે એ લોકો મને 24 કલાક પપ્પુ કહે તો પણ મને કોઈ વાંધો નથી.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 24મી ડિસેમ્બરે દિલ્હી પહોંચી હતી, ત્યારબાદ હવે તેઓ 9 દિવસના વિરામ પર છે. હવે 3 જાન્યુઆરીએ, યાત્રા ફરીથી કાશ્મીરી ગેટથી શરૂ થશે. જમ્મુ-કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પણ યાત્રામાં ભાગ લેશે.